તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંઝા APMCની બીજી યાદી મુજબ મંડળી મતદારો યથાવત, ગાૈરાંગ પટેલ જૂથને ફટકો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એશિયામાં જીરૂના હબ ઊંઝા માર્કેટ યાર્ડની ચૂંટણી પહેલાં જ ભાજપના જ બે જૂથો વચ્ચે મતદાર યાદીને લઇ ઊભા થયેલા વિવાદોથી સહકારી રાજકારણ ગરમાયું છે. ત્યાં બીજી મતદાર યાદીમાં ખેડૂત વિભાગમાં બે મંડળીઓના કરાયેલા ઉમેરા સામે આવેલા વાંધાનો નિકાલ કરી સોમવારે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઇ છે. જેમાં બીજી યાદી મુજબની મંડળીઓ, મતદારો આખરી યાદીમાં પણ યથાવત રહ્યા છે. એટલે કે, વર્તમાન ચેરમેન ગૌરાંગ પટેલનું નામ પણ યાદી રહ્યું નથી. જેથી તેમના જૂથને મોટો ફટકો પડ્યો છે. બીજી તરફ મતદાર યાદીના અધિકૃત અધિકારી દ્વારા મંડળીઓ, મતદારો અંગે કરાયેલા હુકમો સામે અલગ અલગ 20 જેટલી પિટીશનો હાઇકોર્ટમાં થઇ છે. ઉલ્લેખનીય છે કે, એપીએમસીની ચૂંટણી 8 એપ્રિલે યોજાનાર છે.

ઊંઝા એપીએમસીની મતદાર યાદીમાં ખેડૂત વિભાગમાં 20 મંડળીના 313 મતદારો તેમજ વેપારી વિભાગમાં 1631 મતદારો બીજી યાદીમાં રહ્યા હતા. જ્યારે સહકારી ખરીદ વેચાણ વિભાગની તમામ ત્રણ મંડળીઓ અને 38 મતદાર કમી કરી દેવાયા હતા. જેમાં ખેડૂત વિભાગમાં સિદ્ધપુરની ચંદ્રાવતી સેવા સહકારી મંડળી તેમજ ઊંઝા તાલુકાની ખટાસણા સેવા સહકારી મંડળીનો ઉમેરો કરી બીજી મતદાર યાદી પ્રસિદ્ધ કર્યા પછી બંને મંડળીઓ સામે એક-એક મળી કુલ બે વાંધા આવ્યા હતા. જેમાં સુનાવણી યોજી જિલ્લા સહકાર અધિકારી (બજાર) રાજુભાઇ સાધુ દ્વારા બંને વાંધાનો નિકાલ કરાયો હતો અને બંને મંડળીઓ ગ્રાહ્ય રાખી આખરી મતદાર યાદીમાં સમાવેશ યથાવત રખાયો છે. આ બે મંડળી અંગે અધિકૃત અધિકારી રાજુભાઇ સાધુએ કહ્યું કે, ચંદ્રાવતી 26 ગામના કાર્ય વિસ્તારમાં આવે છે તેમ ખટાસણા મંડળીના મામલામાં અધિક રજીસ્ટ્રારે અપીલ સામે મનાઇહુકમ આપેલો હોઇ તે અંગે જવાબ આપીને બંને મંડળીઓ માન્ય રખાઇ છે અને વાંધાનો નિકાલ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો