તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંકળચંદ યુનિ.ના 100 ફેકલ્ટી અભ્યાસ અર્થે યુ.કે. જશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ગ્લોબલ ટ્રેનીંગ અેજ્યુકેશન પ્રોગ્રામ અને બ્રિટીશ હાઇ કમિશનના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. જેમાં યુનિ.ના અલગ-અલગ વિભાગનાં 100 ફેકલ્ટીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં બ્રિટીશ ડેપ્યુટી હાઈ કમીશન અમદાવાદથી પીટર કુક તથા જીટીઇપીના ડાયરેક્ટર શિતલ ભારવાડ ઉપસ્થિત રહ્યા હતા.

યુ.કે.થી અાવેલા પ્રો.રાચેલ, પ્રો.જુલી વિલ્સન અને પ્રો.ઇલવીને ટ્રેનિંગ અાપી હતી. જ્યારે આવનાર ફેઝ-3 અને ફેઝ-4 માટે પસંદગી થયેલા યુનિવર્સિટીના ફેકલ્ટીઓને અનુક્રમે 10 તથા 21 દિવસ માટે યુકે ખાતે ટ્રેનિંગમાં મોકલવામાં આવશે. પ્રોગ્રામમાં યુનિ.ના પ્રોવોસ્ટ પ્રો.ડૉ. વી.કે.શ્રીવાસ્તવ તથા રજીસ્ટ્રાર ક્રિશનકુમાર જૈની હાજર રહ્યા હતા. યુનિ.ના પ્રેસીડેન્ટ પ્રકાશભાઇ પટેલે વિદ્યાર્થીઓ તથા યુનિવર્સિટીના સ્ટાફની પ્રગતિ માટે આ પ્રકારનાં ઇન્ટરનેશનલ લેવલનાં ફેકલ્ટી એક્સચેંજ અને સ્ટુડન્ટ એક્સચેંજ કાર્યક્રમ સમયે સમયે કરાઇ રહ્યાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો