તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નદીએ બોલાવી બે સગીબહેનો પર ઘાડાના બે યુવકોએ દુષ્કર્મ આચર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડીસાના ચંદાજી ગોળીયા ગામની બનાસ નદીના તટમાં મંગળવારે મોડી સાંજે ઘાડા ગામના બે શખ્સોએ બે સગી બહેનો પર દુષ્કર્મ આચરતાં ચકચાર મચી છે. આ અંગે પીડિત કિશોરીએ ડીસા તાલુકા પોલીસ મથકે ઘાડા ગામના બે શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.

ચંદાજી ગોળીયા ગામ નજીકથી પસાર થતી બનાસ નદીના કિનારે રહેતા પરિવારની 16 વર્ષિય દીકરી સાથે ઘાડા ગામના સતીષ દરબારે મિત્રતા કેળવી હતી. કિશોરી તેમજ તે યુવક અવાર-નવાર વાતચીત કરતાં હતાં. ધૂળેટીની સાંજે યુવકે કિશોરીને બનાસ નદીના તટમાં મળવા માટે બોલાવી હતી. જેથી રાત્રે અંધારું હોઇ કિશોરીએ તેની સાથે 14 વર્ષિય તેની નાની બહેનને સાથે લીધી હતી. સતીષ દરબારે કિશોરીને કહ્યું કે, તારી બહેને મારા મિત્રને રાજી કરવો પડશે તેમ કહેતાં બંને બહેનોએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતાં આ યુવકોએ પકડી દુષ્કર્મ આચર્યું હતું. કિશોરીએ ઘાડા ગામના સતીષ દરબાર અને અજમલસિંહ દરબાર સામે ફરિયાદ નોંધાવી છે.

ડીસાના ચંદાજી ગોળીયાની દીકરીઓ સાથે ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો