તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલ હાઇવે ઉપર એક્ટિવા વીજપોલમાં ઘૂસી જતા બે ઘાયલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદવાદના નરોડા ખાતે રહેતા ગોવિંદભાઇ વિહાભાઇ પટ્ટણી (51 વર્ષ) તથા રાકેશભાઇ રમેશભાઇ પટ્ટણી (29 વર્ષ) ગત રાત્રી દરમિયાન એક્ટિવા પર કલોલ ગાયત્રી મંદિર હાઇવે પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે અચાનક સામેથી આવતા વાહનની લાઇટના પ્રકાશમાં તેમની આંખો અંજાઇ ગઇ હતી અને એક્ટિવા પરનું સંતુલન ખોતા આ એક્ટિવા ઇલેક્ટ્રીક થાંભલામાં ઘૂસી ગયું હતું. અકસ્માતમાં બંન્ને લોકોને ઇજાઓ થતા તેમને આસપાસમાંથી દોડી આવેલ લોકો તેમને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા.

કલોલ ગાયત્રી મંદિર હાઇવે પર સામેથી આવતા વાહનની લાઇટથી આંખો અંજાતા એક્ટિવા વીજપોલમાં ઘૂસી ગયું હતું. તસવીર: ધર્મેન્દ્ર જોશી

અન્ય સમાચારો પણ છે...