તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે સગીર બહેનો પર દુષ્કર્મ આચરનાર ઘાડા ગામના 2 નરાધમ શખ્સો ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામે બે સગી બહેનો પર દુષ્કર્મ આચરનાર બંને નરાધમોને ડીસા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા.

ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામ નજીકથી પસાર થતી સીપુ નદીના તટમા ખેડૂત પરીવારની બે સગીરવયની દીકરીઓ પર ઘાડા ગામના બે યુવકોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. જે અંગે ભોગ બનનાર સગીરાએ ડીસા તાલુકા પોલીસ મથકે ઘાડા ગામના બે શખ્સો સામે પોસ્કો તેમજ દુષ્કર્મ સહિતની ફરિયાદ નોંધાવી હતી. જેથી ડીસા તાલુકા પીઆઇ એમ.જે.ચૌધરીએ અલગ અલગ બે ટીમ બનાવી આરોપીઓને ઝડપવાની તજવીજ હાથ ધરી હતી. જેમા પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને સગીરા પર દુષ્કર્મ આચરનાર ફતેસિંહ ઉર્ફે સતીષ સુરતાલસિંહ વાઘેલા (ઉં.વ.20) અને અજમેરસિંહ ઉર્ફે અજમલસિંહ ગીરધારસિંહ વાઘેલા (ઉં.વ.21) બન્ને (રહે.ઉચાડી પાટી, ઘાડા,તા.ડીસા)ને ઝડપી પાડવામાં આવ્યાં છે તેમ નાયબ પોલીસ અધિક્ષક આર.કે.પટેલ અને પીઆઇ એમ.જે.ચૌધરીએ જણાવ્યું હતું.

ડીસા તાલુકા પોલીસે ગણતરીના કલાકમાં જ બનેને દબોચી લીધા

_photocaption_દુષ્કર્મ આચરનાર બે શખ્સોને ડીસા તાલુકા પોલીસે ઝડપ્યાં }બાબુ દેસાઇ*photocaption*

1 આરોપીએ તાજેતરમાં BSFની પરીક્ષા પાસ કરી

દુષ્કર્મ આચરનાર ફતેસિહ ઉર્ફે સતીષ સુરતાલસિહ વાઘેલા ડીસા કોલેજમાં બી.કોમમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તાજેતરમાં જ બીએસએફની ભરતીમાં પાસ થયેલ છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો