તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર એસટી ડેપોમાં બે ખિસ્સાકાતરું ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગર એસટી ડેપોમાં શનિવારે ભીડનો લાભ લઇ બસમાં ચડવા જતા મુસાફરોના ખિસ્સા ફંફોસતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. ગાંધીનગરના બંને શખ્સો ડેપોમાં હાજરી બાબતે સંતોષકારક જવાબ નહીં આપી શકતાં પોલીસે અટકાયત કરી હતી.

શનિવારે શહેર પોલીસ ડેપોમાં ઉભી રહેતી એસટી બસના દરવાજામાં લોકોની ભીડભાડ વચ્ચે બે શખ્સો ખિસ્સા ફંફોસતાં હોઇ તેમજ લોકોના માલસામાન ઉપર શંકાશીલ નજર ફેરવતા જણાતાં પોલીસે તેમને પકડી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પકડાયેલા શખ્સોએ તેમનું નામ બાવરી અર્જુન ઇશ્વરભાઇ અને બાવરી કનૈયા બંસીનભાઇ (રહે. બંને ગાંધીનગર) હોવાનું જણાવ્યું હતું. જેમની વધુ તપાસ દરમિયાન તેઓ ડેપોમાં તેમની હાજરી બાબતે સંતોષકારક જવાબ નહીં આપી શકતાં પોલીસ મથકે લઇ જઇ કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો