તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવણપુર પાસેથી 64 હજારનો દારૂ ભરેલી જીપ સાથે બે શખ્સો ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અરવલ્લી જિલ્લા એલસીબીએ મોડાસા શામળાજી હાઇવેના જીવણપુર પાસેથી રૂપિયા64800નો વિદેશી દારૂ ભરેલી ટાટાસુમો ઝડપી પાડી હતી.પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સો સામે ગુનો નોંધી તેમને જેલહવાલે કર્યા હતા.

અરવલ્લી જિલ્લા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એમ.એચ.સોલંકી સ્ટાફ સાથે જીવણપુર પાસે વોચ ગોઠવી હતી. ત્યારે પસાર થતી ટાટાસુમો નં. GJ-1 7560ને અટકાવી તલાશી લેતા જીપમાંથી વિદેશી દારૂનો રૂ.64,800નો જથ્થો મળ્યો હતો. પોલીસ દારૂની અને બિયર નંગ-516 કબ્જે લઇ જીપ સહિત કુલ રૂ.2,65,300નો મુદામાલ કબ્જે લઇ દારૂની હેરાફેરી કરતા જીતેન્દ્રભાઇ બબાભાઇ માલીવાડ રહે.દહેગામડા તા-ભિલોડા અને વનરાજસિંહ પ્રવિણસિંહ રાઠોડ રહે.દહેગામડાને જેલ હવાલે કરી વિદેશી દારૂ ભરી આપનાર બંસીલાલ જીવાજી ડામોર રહે.બાબરી તા-ઉદેપુર રાજસ્થાન અને વિદેશી દારૂ મંગાવનારને ઝડપી પાડવા ચક્રોગર્તિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો