તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નદીના તટમાં બોલાવી બે બહેનો પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસાના ચંદાજી ગોળીયા ગામની બનાસ નદીના તટમાં મંગળવારે મોડી સાંજે ઘાડા ગામના બે શખ્સોએ બે સગી બહેનો પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. આ અંગે ભોગ બનનાર કિશોરીએ ડીસા તાલુકા પોલીસ મથકે ઘાડા ગામના બે શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.

ચંદાજી ગોળીયા ગામ નજીકથી પસાર થતી બનાસ નદીના કિનારે રહેતાં ખેડૂત પરીવારની 16 વર્ષિય દીકરી સાથે ઘાડા ગામના સતીષ દરબારે મિત્રતા કેળવી હતી. કિશોરી તેમજ શખસ અવાર-નવાર વાતચીત કરતાં હતાં. ત્યારે ધૂળેટીની મોડી સાંજે શખસે કિશોરીને બનાસ નદીના તટમાં મળવા માટે બોલાવી હતી. જેથી રાત્રે અંધારું હોઇ કિશોરીએ તેની સાથે 14 વર્ષિય તેની નાની બહેનને સાથે લઇ ગઇ હતી. જે દરમિયાન સતીષ દરબારે કિશોરીને કહેલ કે તારી બહેને મારા મિત્રને રાજી કરવો પડશે તેમ કહેતાં બન્ને બહેનો ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતાં બન્ને શખ્સોએ દુષ્કર્મ આચરી ધમકી આપી ફરાર થઇ ગયા હતા.કિશોરીએ ઘાડા ગામના સતીષ દરબાર અને અજમલસિંહ દરબાર સામે ફરિયાદ નોંધાવતાં આ કેસની વધુ તપાસ પીઆઇ એમ.જે.ચૌધરી ચલાવી રહ્યાં છે.

પોલીસે ઘાડા ગામના બે શખ્સો સામે ફરિયાદ નોંધી

ડીસાના ચંદાજી ગોળીયા નજીક રહેતા ખેડૂતની બે પુત્રી પર દુષ્કર્મ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો