અડાઆઠમ પંચાલ સમાજનો સમૂહલગ્ન મોડાસામાં યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસાના ગણેશપુરમાં અડા આઠમ પંચાલ સમાજનો 24 મો સમૂહલગ્ન રવિવારે યોજાનાર છે. જેના મુખ્ય મહેમાન (મુખ્ય દાતા) નિલેશભાઈ ડાહ્યાભાઈ પંચાલ (ખેરંચા) અતિથિ વિશેષ (દાતા) મોતીલાલ ગુલાબચંદ (સરડોઇ) પંચાલ અને ગડાદર નિવાસી સ્વ. ગંગાબેન રેવાભાઇ પંચાલનો પરિવાર તથા ગ્રહશાંતિના દાતા અશોકભાઈ ટી પંચાલના સહયોગથી યોજાનાર છે.ચાલુ વર્ષના જમણવારના દાન પેટે ખેરંચા નિવાસી નિલેશભાઈ ડાહ્યાભાઈ પંચાલનો પરિવાર સહકાર આપનાર છે. તેવું પ્રમુખ લાલભાઈ અને મેનેજિંગ ટ્રસ્ટી રામાભાઈ પંચાલે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...