તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદમાં વેરો ન ભરતાં બાકીદારોની 12 દુકાનો પાલિકા દ્વારા સીલ કરાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

થરાદ પાલિકા વિસ્તારમાં 5 વર્ષથી વધુના સમયગાળા દરમિયાન શોપિંગ માલિકો તેમજ દુકાનદારો ટેક્સ ન ભરતાં પાલિકા તંત્રએ મિલકત જપ્તી વોરંટ જાહેર કરી 12 દુકાનો સીલ કરી હતી. જેમાં બે દુકાન માલિકોએ પાલિકાએ દોડી જઇ 30 હજાર રૂપિયા ભરી દુકાનના સીલ ખોલાવ્યા હતા.

થરાદમાં છેલ્લા 5 વર્ષથી વધુના સમયગાળા દરમિયાન શોપિંગ માલિકો તેમજ દુકાનદારોના 3 કરોડ 58 લાખ રૂપિયા બાકી હતા. તેમને 15 દિવસ અગાઉ મિલકતની જપ્તીની નોટિસો પાઠવી 1 કરોડ 64 લાખ રકમની વસુલાત કરી હતી. ઉપરાંત 1 કરોડ 94 લાખનો વેરો લેવાનો બાકી નીકળતો હોવાથી બાકીદારોને પાલિકા દ્વારા વોરંટ ઇસ્યુ કરાયા હતા. જેમાં વણકરવાસમાં આવેલા શોપિંગ માલિક સગરામભાઈ લાલજીભાઈ પ્રજાપતિની મિલકતનો રૂ.1,28,909નો ટેક્સ બાકી હોઈ પાલિકા ટીમે ગુરુવારે બપોરે 10 દુકાનો સિલ કરી જપ્ત મિલકત નોટિસ લટકાવી હતી. ત્યારબાદ ખાતુનબેન ગુલાબભાઈ ખરાડીની આવેલી બે દુકાનોને સીલ મારતાં દુકાન માલિક પાલિકા કચેરીએ દોડી રૂ.30,000 રકમનો ટેક્સ ભરપાઈ કરી મિલકત જપ્તમાંથી છુટકારો મેળવ્યો હતો તવું પાલિકા ચીફ ઓફિસર બીજલ સોલંકીએ જણાવ્યું હતું.

બે દુકાનદારે રૂ. 30 હજાર ભરી સીલ ખોલાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો