તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલડી નેશનલ હાઈવે પર બ્રિજ ઉતરતાં રાહદારીને ટ્રેલરે 15 ફૂટ સુધી ઢસડતાં મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભીલડી નેશનલ હાઇવે ઉપર સોમવારે બપોરના શાકભાજી લઇ બોડાલનો રહીશ જઇ રહ્યો હતો. ત્યારે રાધનપુર તરફથી ડીસા તરફ જઇ રહેલ ટ્રેઇલરની અડફેટે આવી જતા 15 ફૂટ જેટલી વ્યક્તિ ટાયર નીચે ઘસેડાઇ હતી. ઘટનાથી લોકોમાં રોષ વ્યાપી ગયો હતો.

ડીસા તાલુકાના બોડાલ ગામના સોરાબજી ઉમેદજી ઠાકોર (ઉં.વ.44) સોમવારે બપોરના સમયે બજારમાંથી શાકભાજી ખરીદી રોડની સાઇડમાં ચાલતા જઇ રહ્યા હતા. તેવામાં રાધનપુર તરફથી માતેલા સાંઢની જેમ આવી રહેલ ટ્રેઇલર નંબર આરજે-09-જીબી-2780 ના ચાલકે ભીલડી નેશનલ હાઇવે પર બ્રીજ ઉતરતાં જ ટક્કર મારતા સોરાબજી ઠાકોર પાછળના ટાયરમાં આવી જતાં 15 ફૂટ જેટલા ટાયર નીચે ઘસડાતા તેમનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા અને બેફામ બનેલા ટ્રેલર ચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ બનાવની જાણ થતા ભીલડી પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઇ મૃતકનું ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ કરાવી મૃતદેહ વાલીવારસોને સુપરત કરાઇ હતી. જો કે ટ્રેઇલર ચાલક ટ્રેઇલર મૂકી નાશી છુટયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો