Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પરંપરા : પ્રાંતિજના મજરા અને ખેડબ્રહ્માના આગિયા ગામે હોળી પ્રગટાવ્યા બાદ લોકો ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલ્યા
ખેડબ્રહ્મા | ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામે હોળી પ્રગટાવવાની પરંપરા પાંડવ કાળથી ચાલી આવતી હોવાનું મનાય છે. આગિયામાં હોળી પ્રગટાવ્યા પછી હોળીની આગથી વાઘેલા વંશજો દ્વારા એક વાંસ સળગાવવામાં આવ્યો હતો અને આ સળગતો વાસ લઈ મહાકાળી માતાજીનું નામ લેતા મંદિર પાસે આવેલ વાવ માં સળગતા વાંસને ઠંડો કર્યા બાદ મહાકાળી માતાજીનાં જયઘોષ સાથે ગામના ભાઈઓ તથા બાળકો શ્રધ્ધાથી હોળીના અંગારા પર ઉઘાડા પગે ચાલ્યા હતા. દર વર્ષની જેમ અા વર્ષે પણ આગિયાની હોળી જોવા રાજ્યભરમાંથી અને રાજસ્થાનથી પણ લોકો મોટી સંખ્યામાં
આવ્યા હતા.} જતિન સુથાર
તાજપુરકૂઇ | પ્રાંતિજના મજરામાં પરંપરાગત વર્ષોથી હોળીનો તહેવાર ઉલ્લાસભેર ઉજવાય છે ત્યારે હોળી પ્રગટાવ્યા બાદ જીવંત અંગળામાં અહીં લોકો જય ભૈરવનાથના ઘોષથી ખૂલ્લા પગે ચાલે છે. હોળી પ્રગટાવ્યા બાદ ક્ષત્રિય સમાજ 500થી વધુ લોકો ઘાસના પૂળા લઇ હોળીના ફરતે ફરી લીમડાની ડાળથી અગ્નિને સ્પર્શ કરી પોતાના પશુઓને ખવડાવે છે. જેથી પશુધન રોગચાળામાં ન સપડાય એવી માન્યતા છે.નવદંપતિ પણ હાથમાં તલવાર અને માથે સાફો પહેરી હોળીના ફરતે પાંચ પાંચ ફેરાફરી નારીયેળ અને ધાણીની આહુતિ આપે છે. તેવી જ રીતે દંપતીને પહેલા ખોળે ખોળાનો ખૂંદનાર અવતરે છે ત્યારે પણ આવી પ્રણાલિકા કરાય છે. }કાળુસિંહ રાઠોડ