તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહુચરાજીમાં આજે બહુચર માતાજીની પલ્લી ભરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પવિત્ર ચૈત્ર માસની નવરાત્રિની આઠમ નિમિત્તે શનિવારે શક્તિપીઠ બહુચરાજી ખાતે રાત્રે 12 વાગે બહુચર માતાજીના સાનિધ્યમાં પલ્લી ભરાશે. તે પહેલાં રાત્રે 9 વાગે માતાજીની સવારી નીકળશે.

બહુચરાજીમાં ગાયકવાડી રાજ્યાસન સમયથી દર મહિનાની સુદ પૂનમે રાત્રે 9 વાગે તેમજ ચૈત્ર અને આસો મહિનાની સુદ આઠમે તેમજ દશેરાના દિવસે બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરની ભવ્ય સવારી નગરચર્યાએ નીકળે છે. જે પૈકી ચૈત્રી અને આસો પૂનમે માતાજીની સવારી આદ્યસ્થાનક શંખલપુર ગામે જાય છે. સદીઓ જૂની ચૈત્રી અષ્ટમી નિમિત્તે શનિવારે રાત્રે 9 વાગે બહુચર મૈયાની સવારી નગરચર્યા માટે નીજ મંદિરેથી પ્રસ્થાન કરશે ત્યારે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરની સલામી અપાશે. ભવ્ય આતશબાજી વચ્ચે સવારી નીચલી બજાર થઈ સ્ટેશન ચોક થઇ પરત નીજમંદિરે પધારશે.

ત્યાર બાદ નીજ મંદિરમાં માતાજીના સાનિધ્યમાં પલ્લીખંડ (નૈવેદ્ય) ભરવામાં આવશે. જેના દર્શનનો લ્હાવો લેવા રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

અન્ય સમાચારો પણ છે...