તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતાેને ઘઉં વેચવા હાેય તાે ડેમાઇમાં બાેલાવાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડમાં સરકાર દ્ઘવારઉં નું ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ ખરીદ કેન્દ્ર ઉપર કાેઇ જ અધિકારી હાજર ન રહેતાં ખેડૂતાે ની હાલત કફાેડી બની ગઇ છે.સરકાર દ્વારા ઘઉં નું ખરીદ કેન્દ્ર બાયડમાં શરૂ કરવામાં આવતા અા કેન્દ્ર ઉપર કાેઇ અધિકારી હાજર ન રહેતા ખેડૂતાે ને ઘઉં લઇ ને બાયડથી 7 કિ.મી ડેમાઇ જવાનાે વારાે અાવતાં ખેડૂતાેમાં ભારે રાેષ ફાટ્યાે હતાે.ખરીદ કેન્દ્ર ઉપર કાેઇ અધિકારી હાજર ન રહેતા ઘઉં નું ખરીદકેન્દ્ર શાેભાના ગાંઠિયા સમાન બન્યું હતું. ઘઉંની ખરીદી માટે ખેડૂતાે ને બારાેબાર ડેમાઇ ગાેડાઉન ઉપર બાેલાવી અધિકારીઅાે ભ્રષ્ટાચાર કરે છે. તેમ ખેડૂતાે અે જણાવ્યું હતું.અધિકારીઅાે ને પાેતાના ખીસ્સા ગરમ કરવામાં રસ છે.ખેડૂતાે ને પડતી મુશ્કેલી અધિકારીઅાે ને જેાવાતી નથી. અાવા ભ્રષ્ટ અધિકારીઅાે લઇ ખેડૂતાે લુંટાઇ રહ્યા છે. ખરીદકેન્દ્ર અધિકારી નિનામભાઇ નાે સંપર્ક કરતાં જણાવ્યું કે ખરીદકેન્દ્ર ઉપર માણસાે લગ્નમાં ગયા છે.

અન્ય સમાચારો પણ છે...