તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુત્રની યાદ જીવંત રાખવા માટે શિક્ષક દર વર્ષે છોડ અને પક્ષી પરબ-ચકલીના માળાનું વિતરણ કરે છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચુંવાળ ડાંગરવાના વતની અને કડીમાં રહેતા પ્રકૃતિપ્રેમી શિક્ષક મિનેષભાઇ પટેલ પુત્રની યાદને જીવંત રાખવા છેલ્લા આઠ વર્ષમાં 10 હજારથી વધુ છોડ તેમજ 12 હજારથી વધુ પક્ષી માટે કુંડાં અને માળાનું વિતરણ કરી ચૂક્યા છે. તેમણે વાવેલા 600 છોડ આજે જીવંત હાલતમાં છે અને ગામમાં એક સ્મૃતિ વૃક્ષમંદિર પણ બનાવ્યું છે.

દેત્રોજના કટોસણ રોડ સ્થિત પંચશીલ માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિનેષભાઇના મોટા પુત્ર નિરવનું 2012માં માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. પોતાના અને પરિવાર માટે આ ઘટના અસહ્ય હતી. જેથી મૃતક પુત્રની યાદ સદાય જીવંત રહે તે માટે તેમણે પ્રકૃતિ અને અબોલ પશુ-પક્ષીની સેવા હેતુ નિરવ પ્રકૃતિ ટ્રસ્ટ નામે સંસ્થા બનાવી લોક કલ્યાણનાં કાર્યો શરૂ કર્યા હતા. ટ્રસ્ટ દ્વારા દર વર્ષે બે રક્તદાન શિબિર તેમજ નર્મદા કેનાલ કિનારે, ધાર્મિક સ્થળો, ગૌશાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં વૃક્ષારોપણ, પશુ ચિકિત્સા કેમ્પ,ગરીબ છાત્રોને આર્થિક સહાય કરવામાં આવે છે.

જ્યારે ગ્રીષ્મઋતુના પ્રારંભ ટાણે દર વર્ષ પક્ષી-પરબ કુંડાં અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે. કચ્છના નાના રણ સ્થિત વચ્છરાજ દાદાની જગ્યામાં ઉનાળા દરમિયાન મૂગાં પક્ષીઓને પાણી મળી રહે તે માટે 500 કુંડાં લગાવી પાણીની વ્યવસ્થા કરી છે. તેઓ દર વર્ષે લીમડા, બીલી અને તુલસીના છોડનું વિતરણ કરી વૃક્ષો વાવો પર્યાવરણ બચાવોનો સંદેશ આપે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો