ઊંઝાથી લાખણીના ગેળા ખાતે રવિવારે લગ્ન પ્રસંગે હાજરી આપવા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊંઝાથી લાખણીના ગેળા ખાતે રવિવારે લગ્ન પ્રસંગે હાજરી આપવા જતા પરિવારને લાખણી તાલુકાના આગથળા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘાયલને સારવાર અર્થે લાખણી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

ઊંઝાથી લાખણીના ગેળા ખાતે લગ્ન પ્રસંગે હાજરી આપવા વર્ના ગાડી નંબર જીજે-2-બીએચ-1462 લઇને પરિવાર જઇ રહ્યો હતો. આ દરમિયાન લાખણી તાલુકાના આગથળા ગામના ઢાંકણીયાવાસ પાસે સામેથી આવતી ઇનોવા ગાડી નંબર એમએચ-39-જે-8962 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બંને ગાડીને નુકશાન થયું હતું. જોકે બંને ગાડીઓમાં બેઠેલા બે-બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...