પાટણના કોલેજ કેમ્પસ બહાર અંડરબ્રીજ પાસે કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણના કોલેજ કેમ્પસ બહાર અંડરબ્રીજ પાસે કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીને ટકરાઇ જવા બાબતે 4 અજાણ્યા શખ્સોઅે હુમલો કરતાં યુવકને માથામાં પાઇપથી ઇજાઅો થવા પામી હતી જ્યારે બપોરના સુમારે હાઇવે પર કાઠીયાવાડી હોટલ પાસે 10-12 અજાણ્યા શખ્સોઅે હુમલો કરતાં યુવકને પીઠમાં છરી વાગતાં શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

ટીઅેસઅાર કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા અંકિતસિંહ બાલુભા વાઘેલા (દરબાર) રહે.ઉંબરી તેના મિત્ર પરેશસિંહ સાથે કોલેજમાંથી પરિક્ષા અાપી બહાર અાવતાં અજાણ્યો શખ્સ ટકરાયેલ હતો જેમાં બન્ને વચ્ચે અંદરોઅંદર બોલાચાલી થતાં તે શખ્સે પરેશને લાફો મારી દીધો હતો. બાદમાં અંકિતસિંહ અને પરેશ બન્ને કોલેજ કેન્ટીનમા ચા નાસ્તો કરવા બેઠેલા હતા ત્યાં 4 અજાણ્યા શખ્સો અાવી લાકડી લોખંડની પાઇપ મારતાં અંકિતને માથાના પાછળના ભાગે ઇજા થઇ હતી. અા ઘટના પછી બપોરે 1/30ના સુમારે કિર્તીજી રમેશજી ઠાકોર રહે. મોટા નાયતા વગેરે હોટલ કાઠીયાવાડી પાસે સબંધીના ગેરેજ પાસે બેઠેલા હતા ત્યારે 10 જેટલા યુવકો ચપ્પા છરી લઇને ધસી અાવ્યા હતા જેમાં અનિરૂધ્ધસિંહ નામના યુવકે પીઠમાં છરી અને ધર્મેન્દ્રસિંહે માથાના ભાગે લોખંડની પાઇપ મારી હતી.

અન્ય સમાચારો પણ છે...