તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંતેજની ફેક્ટરીમાં ચોરો ત્રાટક્યા 90 હજારનાે મુદ્દામાલ ચોરી ગયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ તાલુકાના સાંતેજ-વડસર રોડ પર આવેલી ફેક્ટરીમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે.

અમદાવાદના પ્રહલાદનગરના રિધ્ધી બંગ્લોઝમાં રહેતા ભાવિનભાઇ બધેકા સાંતેજ વડસર રોડ પર IRIS ઓટો મેસન પ્રા.લી.કંપની નામે ફેક્ટરી ધરાવે છે. રવિવારે રાત્રે તસ્કરો ઓફિસ તેમજ પ્રોડકશન બિલ્ડીંગના શટરના લોકો તોડી ફેક્ટરીમાં પ્રવેશ્યા હતા. તસ્કરો પ્રોડકશન વિભાગમાં પડેલી 65 હજારની એક લેવલ સ્વીચ તથા એકાઉન્ટ ઓફિસમાં રહેલી લોખંડની પેટીમાંથી પડેલાં રોકડા 25 હજાર તેમજ અગત્યના ડોક્યુમેન્ટ સહિતનો 90 હજારનો મુદ્દામાલ ચોરી પલાયન થઇ ગયા હતા. પોતે પકડાય નહીં તે માટે તસ્કરોએ ફેક્ટરીમાં લાગેલા બે સીસીટીવી પણ તોડી નાખ્યા હતા. આ અંગે ભાવિનભાઇએ સાંતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાંતેજની ફેકટરીમાં 90 હજારનાે મુદ્દામાલ ચોરાયો. તસવીર: ધર્મેન્દ્ર જોશી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો