તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૈયલના મેલડીધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હજારો ભક્તો ઊમટ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડી તાલુકાના કૈયલના મેલડીધામમાં યોજાયેલા ત્રિ-દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં માઈભક્તો દર્શને ઊમટ્યા હતા.

કૈયલ સ્થિત માઈભક્તોના આસ્થાના કેન્દ્ર સમાન મેલડીધામ ખાતે દશ વર્ષ અગાઉ અતિ ભવ્ય મંદિરનું ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધિ કરાઇ હતી. અંદાજે રૂ.30 કરોડના ખર્ચે નવનિર્માણ થનાર આ મંદિર માટે જેતે સમયે કોઈ આર્થિક જોગવાઈ ન હોવા છતાં પણ જય માડી સેવા પરિવારે દશ વર્ષમાં અતિ ભવ્ય મંદિરનું નિર્માણ પૂર્ણ કર્યુ. ગગનચુંબી મંદિરમાં માતાજીના સિંહાસન અને કળશને બે કિલો સોનાથી મઢવામાં આવ્યા. શુક્રવારથી શરૂ થયેલા ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતમાંથી હજારો ભક્તો દર્શને ઊમટી પડ્યા હતા. મહોત્સવ દરમિયાન 108 કુંડી મહાયજ્ઞ, જલયાત્રા, છપ્પનભોગ દર્શન, માતાજીનુ પોંખણુ, રોહિત સમાજ પરગણા સ્વાગત સહિત ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો થયા. ખ્યાતનામ કલાકારો માયાભાઈ આહીર, કિર્તિદાન ગઢવી, ફાલ્ગુની પાઠકની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ચુંદડીવાળા માતાજી, દેવીશ્રી ચંદુમા (કચ્છ), નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ધારાસભ્ય કરશનભાઈ સોલંકી સહિત ગુજરાતભરના સાધુ-સંતોઅે હાજરી આપી હતી. જય માડી સેવા પરિવારના કાર્યકરો રાજુભાઈ, કેતનભાઈ સહિતે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો