પીયજમાંથી વિદેશી દારૂની 7 બોટલો ઝડપાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલ તાલુકાના પીયજ ગામે રહેતાં શખ્સના ઘરેથી પોલીસે વિદેશી દારૂની સાત બોટલો ઝડપી પાડી છે. બાતમીના આધારે તાલુકા પોલીસે પ્રશાંતના ઘરે દરોડો પડ્યો હતો. જેમાં ઘરની ઓસરીમાં ખુણામાં સંતાડેલી 2,800ની કિંમતની વિદેશી દારૂની સાત બોટલો મળી આવી હતી. જોકે, બુટલેગર પ્રશાંત ઘરે મળી આવ્યો ન હતો. આ અંગે પોલીસે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...