તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગરમાં બે ફાટક પર ગેટમેન ન હોઈ ટ્રેનને ઊભી રાખી બંધ કરાય છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહેસાણા-વડનગર જતી બ્રોડગેજ રેલ્વેમાં વિસનગર શહેરમાં અાવતા બે ફાટકોમાં ગેટમેન ન હોવાથી ટ્રેનને ઉભી રાખી ગેટ બંધ કરી પસાર કરવામાં અાવી રહી છે. જે હાલમાં નિત્યક્રમ બની રહ્યો છે

મહેસાણા-તારંગા જતી બ્રોડગેજ રેલ્વેમાં હાલ વડનગર સુધી ટ્રેન પસાર થાય છે જેમાં વિસનગર શહેરમાં ત્રણ ફાટક અાવેલા છે જેમાં પ્રથમ અાઇટીઅાઇ ચાર રસ્તા, અેમ.અેન.કોલેજ રોડ અને ગંજબજાર રેલ્વે ફાટકનો સમાવેશ થાય છે. જેમાં વિસનગર શહેરમાં અાવતા બે ફાટકોમાં ગેટમેન ન હોવાથી ટ્રેન અાવે ત્યારે તેમાંથી અેક માણસ નીચે ઉતરી ફાટક બંધ કરે ત્યારબાદ ટ્રેન પસાર થાય છે અને અા રોજીંદી પ્રક્રિયા બની ગઇ છે. અા અંગે રેલ્વેના સુત્રોઅે બંન્ને ફાટકો ઉપર ગેટમેન ન હોવાનું જણાવ્યું હતું.

ટ્રેન અાવે ત્યારે તેમાંથી અેક માણસ ઉતરી ફાટક બંધ કરે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો