તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાંકરેજ તાલુકા પંચાયતમાં ભંગાણ સર્જાયું છે.30 બેઠકો ધરાવતી તાલુકા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાંકરેજ તાલુકા પંચાયતમાં ભંગાણ સર્જાયું છે.30 બેઠકો ધરાવતી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 21 ભાજપના 8 અને 1 અપક્ષ હતા. જે પૈકી 7 સભ્યોએ અસંતોષ વ્યક્ત કરી મંગળવારે ભાજપમાં ભળી ગયા હતા.

બનાસકાંઠા-પાટણ લોકસભા સીટમાં આવતાં કાંકરેજ તાલુકામાં કોંગ્રેસને ઝાટકો લાગ્યો છે.કાંકરેજ તાલુકા પંચાયતના કોંગ્રેસના સાત સદસ્યો પાટણ સર્કિટ હાઉસ ખાતે મળેલ મિટીંગમાં કાંકરેજ ધારાસભ્યની ઉપસ્થિતમાં ભાજપનો ભગવો ધારણ કર્યો હતો.ધારાસભ્ય કિર્તિસિંહ વાધેલાએ ભાજપનો ખેસ પહેરાવી કોંગ્રેસના સાત તાલુકા પંચાયતના સદ્સ્યોને આવકાર્યા હતા.આ અંગે તાલુકા સદસ્યોએ જણાવ્યુ હતુ.કે પક્ષમાં અમારી કોઇ કામગીરી થતી નથી.

અમારી ઉપેક્ષા થતી હોઇ પ્રજાના વિકાસ કામો કરવા માટે ભાજપ સાથે જોડાયાનુ કોગ્રેસી સદ્સ્યોએ જણાવ્યુ હતુ.પક્ષમાં પણ અમે વારંવાર રજુઆત કરી છતાંય પક્ષે અમારુ કોઇ વાત સાંભળી નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો