થરાદમાંથી અલગ અલગ જગ્યાએ પાર્ક બે બાઇકોની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદ હાઇવે ચાર રસ્તા નજીક આવેલી મુરલીધર પાર્ક સોસાયટીમાં રહેતા રોહિતભાઈ મણીશંકરભાઇ પંડ્યા બુધવારની રાત્રે પોતાનું મોટર સાઇકલ નં.જીજે-04-સીએન-1242 ઘર આગળ પાર્ક કરી પરિવાર સાથે સુતા હતા.અને સવારના સમયે જાગીને ઘરની બહાર નીકળતા રાત્રે પાર્ક કરેલુ બાઇક હતુ જ નહી.જ્યારે રાહ ગામના ભેરાભાઈ નાગજીભાઈ માળી બુધવારે બપોરના સમયે રાહ ગામેથી મોટર સાઇકલ નં.જીજે-02-બીએ-7983 લઈ થરાદ ખાતે આવેલી મામલતદાર કચેરીમાં કામકાજ અર્થે આવ્યા હતા.અને કચેરીના ગ્રાઉન્ડમાં પોતાનું મોટર સાઇકલ પાર્ક કરી કચેરીમાં ગયા હતા. અને કચેરીનું કામકાજ પતાવી પરત ફરતાં પાર્ક કરેલું મોટર સાઇકલ હતુ જ નહી જોકે ભેરાભાઇએ શોધખોળ કરી પરંતુ પત્તો ન લાગતા બંન્ને બાઇક માલીકોએ થરાદ પોલીસ મથકે જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...