તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇડરના વાસડોલ પાસે ઘઉંવાવ નદીમાંથી રેતીની માફિયાઓ દ્વારા ખુલ્લેઆમ ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર તાલુકામાં ખનન માફિયા બેફામ બન્યા છે ત્યારે થોડાક દિવસ અગાઉ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર બડોલી ખાતે ખનીજ માફિયાઓએ હુમલો કર્યો હતો અને ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેથી થોડાક સમય માટે ખનન માફિયા ભૂગર્ભ માં ઉતરી ગયા હતા અને હવે ખનન માફિયાઅો ગામડાઓ તરફ વર્યા છે. જ્યારે હવે ઇડર તાલુકાની ઘઉંવાવ નદીમાંથી ભૂ માફિયાઓ રેતીની ચોરી કરતા જોવા મળ્યા હતા.

ઇડર તાલુકાની ખેડૂતોની જીવાદોરી ગણાતી ઘઉંવાવ નદીના પટમાં આવતા ગામો જેવા કે કુકડિયા, વડીયાવીર, ભૂતિયા વગરે ગામો માંથી ખનન માફિયા ચોરી કરી રહ્યા છે અને વાસડોલ ગામની નદીના પટમાંથી ખનન માફીયાઅો રેતીની ચોરી કરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...