પરીણિત યુવાને પ્રેમલગ્ન કરી મોડાસાની યુવતીને તગેડી મૂકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાના કડીયાપાડા વિસ્તારમાં રહેતી યુવતીને આજ વિસ્તારમાં રહેતા અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઇ જતાં બંને એ લગ્ન કરી લીધા હતા.પોતે પરણિત હોવા છતાં યુવતીને અંધારામાં રાખીને લગ્ન કરનાર યુવકના કારનામાઓનો માત્ર અગિયાર મહિનાના સમયગાળામાં યુવતીને અહેસાસ થતાં બંને વચ્ચે તકરાર શરૂ થતાં અંતે યુવાને મારઝૂડ કરી યુવતીને તગેડી મુક્તાં તેણે મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી છે.

કડીયાવાડામાં રહેતા વિક્રમભાઇ નાથાભાઇ ભરવાડે આ જ વિસ્તારમાં આંગણવાડી પાસેના મકાનમાં રહેતી યુવતીને પોતાની મોહજાળમાં ફસાવીને પોતે પરણિત હોવા છતાં યુવતીને અંધારામાં રાખી તેની જોડે દશ માસ અગાઉ લગ્ન કરી લીધા હતા.આ યુવાન પરણિત હોવાનો અને પોતાની સાથે વિશ્વાસઘાત થયાનો અહેસાસ થતાં યુવતીએ વિક્રમભાઇ નાથાભાઇ ભરવાડ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો.