તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છુડાછેડા મામલે મહિલા પક્ષના માણસોએ યુવકના મામાને માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુરના પીપળી ગામે સમાજના આગેવાનો ભેગા થઇને દંપતિ છૂટાછેડા કરવાતા હતા ત્યારે મહિલા પક્ષના માણસો ઉશ્કેરાઇ જઇને છોકરાના મામાને માર પડ્યો હતો.

રાધનપુરતાલુકાના સાતુનગામે રહેતા વિરમભાઇ લક્ષ્મણભાઇ દેસાઇના બેનના ભાણાનું સગપણ તેરવાડા ગામે કરેલ હોય અને તેણીની વહુને સરકારી નોકરી આવેલ હોય જેથી ભાણાને ગમાડતા ન હોય અને છુટાછેડા લેવાનુ કહેતા હોય જે બાબતે સમાજના માણસો મંગળવારે મોટી પીંપળી ગામે ભેગા કર્યા હતા. છોકરી પક્ષના માણસો ઉશ્કેરાઇને લાકડી લઇને છોકરાના મામાને માર મારી ઇજાઓ કરી ફેકચર કર્યુ હોવાની વિરમભાઇએ રાધનપુર પોલીસ મથકે શખ્સ રબારી જીવાભાઇ દાનાભાઇ, રબારી ગોકળભાઇ દાનાભાઇ,દાનાભાઇ ખેતાભાઇ રબારી, રબારી શામાભાઇ ગોવીંદભાઇ, રબારી જોરાભાઇ ગોવિંદભાઇ રહે. તમામ તેરવાડા તા.કાંકરેજ અને રબારી બબાભાઇ ચેહરાભાઇ, રબારી દાનાભાઇ પુનાભાઇ અને રબારી દેવાભાઇ ચેહરાભાઇ રહે.નાયતવાડા સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...