માલપુરના પીપરાણામાં મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માલપુર તાલુકાના પીપરાણા ગામની મહિલાએ ઝેરી દવા અગમ્ય કારણોસર ગટગટાવતાં મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાતાં પોલીસે નોંધ લીધી છે.

મળતી માહિતી મુજબ માલપુર તાલુકાના પીપરાણાના ગીતાબેન રમેશભાઈ કોટવાર (24) જેઓ પોતાના ઘરમાં રાખેલી ઝેરી દવા અગમ્ય કારણોસર ગટગટાવી લીધી હતી. જે મહિલાને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગેમાલપુર પોલીસે જાણવાજોગ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાથી ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...