તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર બ્લડ બેન્કનું સંચાલન હવે કોપરસિટી મરચન્ટ એસોસીએશન કરશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરમાં કોપરસિટી મરચન્ટ એસોસીએશનનું પ્રથમ સ્નેહમિલન અને ડિરેક્ટરીનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 62 એસો.ના 5200 વેપારીઓ હાજર રહ્યા હતા. શહેરમાં ચાલતી બ્લડ બેન્કનું સંચાલન કોપરસિટી મરચન્ટ એસોસીએશન કરશે, તેના અપગ્રેડ માટે રૂ.25 લાખનું દાન ગણતરીના કલાકોમાં એકઠું થયું હતું.

આ પ્રસંગે ઊંઝા ધારાસભ્ય આશાબેન પટેલ, ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલ, સાંકળચંદ યુનિ.ના ચેરમેન પ્રકાશ પટેલ, રાજુભાઇ પટેલ (આર.કે.), ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના સેક્રેટરી સંજય સાવત, મહેસાણા એપીએમસી ચેરમેન ખોડાભાઇ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે શહેરમાં ચાલતી વોલેન્ટરી બ્લડ બેન્કના મુખ્ય ટ્રસ્ટી મિહિરભાઇ જોશીએ બ્લડ બેન્કના સંચાલન અને અપગ્રેડ કરવા કોપરસિટી મરચન્ટ એસોસીએશનને જણાવતાં ગણતરીના કલાકોમાં રૂ.25 લાખ દાન આવ્યું હતું. આ પ્રસંગે શહેરની સેવાકીય સંસ્થાઓ રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, વિશ્વ પાટીદાર ચેરિટેબલ ટ્રસ્ટ, રોટરી રાઉન્ડ ટાઉન, માય ન્યુ ઇન્ડીયા ટ્રસ્ટ સહિત પાંચ સંસ્થાઓનું બહુમાન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો