તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પસવાદળ શાળામાં શિક્ષકને દારૂની મહેફિલ માણતાં ગ્રામજનોએ ઝડપ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડગામ તાલુકાના પસવાદળમાં પ્રાથમિક શાળાનો શિક્ષક દારૂની મહેફિલ માણતો હતો. ત્યારે ગ્રામજનોએ સોમવારે સવારે રંગે હાથ ઝડપ્યો હતો. શિક્ષકે રૂમમાં માંસનો આહાર આરોગ્ય હતો અને પેશાબ કરતાં દુર્ગંધવાળી સ્થિતિ સર્જાઇ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું અને શિક્ષકને છાપી પોલીસના હવાલે કર્યો હતો.

પસવાદળ ગામમાં આવેલી લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મહેસાણા જિલ્લાના વાલમ ગામના શિક્ષક ખોડાભાઈ ગણપતભાઇ પરમાર મતદારયાદી સુધારણા કાર્યક્રમ સંદર્ભે લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં રવિવારે મતદારયાદી સુધારણાની કામગીરી અંતર્ગત ફરજમાં હતા. દરમિયાન તેમની સાથે બીજા અન્ય ચાર લોકો પણ હાજર હતા. ત્યારે આ શિક્ષક અને અન્ય ચાર લોકોએ મળી રવિવારે શાળાના એક રૂમમાં દારૂની મહેફિલ માણી હતી અને રવિવારે સાંજે સ્કૂલમાં નોનવેજ લાવી સ્કૂલમાં બનાવ્યું હતું. આ અંગેની જાણ સોમવારે સવારે ગ્રામજનોને થતાં ગ્રામજનો સ્કૂલમાં ભેગા થયા હતા અને આ શિક્ષકોને રંગેહાથ ઝડપ્યા હતા. જેમાંથી ત્રણ લોકો ભાગી ગયા હતા ત્યારે આ સ્કૂલના ખોડાભાઇ શિક્ષક અને અન્ય એમની સાથે એક ભાઇને ગ્રામજનોએ ઝડપી લીધા હતા. પોલીસને જાણ કરતાં છાપી પોલીસ આવી તપાસ કરી શિક્ષકને પોલીસ સ્ટેશનની લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

શિક્ષકને સસ્પેન્ડ કરવા માંગ
પસવાદળની કલંકિત ઘટનાને લઇ ગામના આગેવાન અને નિવૃત પોલીસ કર્મી રામસંગજી સોલંકીએ જણાવ્યું હતું કે ‘શિક્ષક ખોડાભાઈ વિરુદ્ધ અનેક ફરિયાદો મળી હતી અને તેઓની બદલી કરવા વારંવાર જિલ્લા શૈક્ષણિક અધિકારીઓને લેખિત ફરિયાદ કરી હતી. જોકે શિક્ષકને દારૂ ઢીંચવાની હેબીટ હોવાનું જણાવ્યું હતું અને સસ્પેન્ડ કરવા માંગ કરી હતી.’

તપાસ કરી ઉપર રિપોર્ટ કરવામાં આવશે
પ્રાથમિક શિક્ષણ વિભાગના બીટ નિરીક્ષક નફીસાબેન મનસુરી જણાવ્યું કે \\\"શિક્ષકે દારૂ પીધો હોવાનું ગામલોકોએ જણાવતા તાત્કાલિક શાળામાં પહોંચી તપાસ કરી ઉપર રિપોર્ટ કરાશે અને શિક્ષક હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો