માલપુરના મગોડી ગામમાં સતત વરસાદથી ખેડૂતનો કૂવો ધરાશાયી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માલપુરના મગોડી ગામની સીમમાં આવેલા રાઠોડ પુષ્પેન્દ્રસિંહ ચંદ્રપાલસિંહની જમીનમાં કુવો આવેલો છે. શુક્રવારે સાંજના સમયે કૂવો ધરાશાયી થતાં મોટો અવાજ થતાં ખેડૂતોમાં અને આસપાસ રહેતા લોકોમાં દોડધામ મચી હતી. કૂવો ધરાશાયી થતાં ખેડૂતનો પાણી ખેંચવાનો સબમર્શિબલ પંપનો અને પાઇપો પણ મલવામાં દટાઇ ગઇ હતી.

કૂવો સતત વરસાદને લીધે તૂટી પડતાં 30 થ35 ફૂટ જેટલી માટી પુરાઇ જતાં અને મોટી નુકશાની ભોગવવાની આવાતં ખેડૂતો માલપુર તાલુકા વિકાસ અધિકારી અને ખેતીવાડી અધિકારીને જાણ કરાઇ હતી.પરંતુ અધિકારીઓએ જણાવ્યું કે, કૂવો તૂટી પડવો તે સરકારની ગાઇડ લાઇનમાં આવતું નથી.

અન્ય સમાચારો પણ છે...