તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેળાવાસના યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેર ગટગટાવતાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતીવાડા તાલુકાના વેળાવાસના યુવકે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી હતી તેનું રવિવારના મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઇએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ડીસાના બે શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વેળાવાસ ગામમાં રહેતા જોયતાભાઈ પરથીભાઈ ચૌધરીએ રોહિતભાઈ જાદવ પાસેથી રૂ.3,50,000 જ્યારે પ્રવિણભાઈ પાસેથી રૂ. 2,50,000 વ્યાજે લીધા હતા. નાણાંની તેમજ વ્યાજની તેઓ બન્ને પઠાણી ઉઘરાણી કરતાં હોઇ જોયતાભાઈ કંટાળી ગયા હતા અને રવિવારના ઘરેથી ખેતર આવી ઝેરી દવા ગટગટાવી હતી. જેમનું પાલનપુરમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યાં મૃતકના ખિસ્સામાંથી સુસાઇડનોટ મળી આવતા આ અંગે મૃતકના ભાઈ હાથીભાઈ ચૌધરીએ ડીસાના બે શખસો સામે દાંતીવાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

જેના આધારે દાંતીવાડા પોલીસ મથકના પીએસઆઇ એ.પી.ચૌધરીએ કોઇપણ જાતના લાઈસન્સ કે પરવાના વિના નાણાં ધીરધારનો ધંધો કરી તગડું વ્યાજ વસૂલવા સાથે ધમકીઓ આપી મરવા માટે મજબૂર કરનાર ડીસાના રોહિતભાઇ જાદવ અને પ્રવીણભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક

અન્ય સમાચારો પણ છે...