તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • Modasa News The Truth Of Saira39s Young Woman Case Will Only Become Clear After The Forensic Report Arrives National Women39s Commission 071121

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયરાની યુવતીના કેસની સત્યતા ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે: રાષ્ટ્રીય મહિલા આયોગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસાના સાયરાની મૃતક યુવતીના પ્રકરણમાં સોમવારે કેન્દ્રીય મહિલા આયોગના સભ્ય ડો.રાજુલ દેસાઈએ સાયરામાં પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. ઉપરાંત કલેકટર અને એસ.પી સાથે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતુ. મહિલા આયોગના ડો.રાજુલ દેસાઈએ જણાવ્યું કે પ્રોવિઝનલ રિપોર્ટમાં ગેંગરેપ કે હત્યાનો મામલો હોય તે સ્પષ્ટ થતું નથી. પરંતુ બે ત્રણ દિવસ બાદ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ અનેક પ્રશ્ન ઉભા કર્યા છે કે સ્યુસાઇડ હેંગિંગથી ડેથ થયું છે તો આની પાછળ કયા પરિબળો હોઈ શકે છે. મહિલા આયોગના સભ્યએ મૃતકને શ્રદ્ધાંજલી અર્પી પરિવાર સાથે ચર્ચા કરી હતી.

મહિલા આયોગે કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર, એસ.પી. મયુર પાટીલ તથા પરિવારના સભ્યોને સાથે રાખીને સાયરા ગામની સીમમાં જ્યાં મૃતક યુવતીનો મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો હતો. તે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો.રાજુલ દેસાઈએ મોડાસામાં કલેકટર એસ.પી અને આ કેસના તપાસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ડો. રાજુલ દેસાઇએ જણાવ્યું કે ગેંગરેપ હત્યાનો મામલો હોવાથી બે-ત્રણ દિવસમાં ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે.

મહિલા આયોગ સભ્ય ડો. રાજુલ દેસાઇ

મહિલા આયોગ સભ્ય, ટીમ, SP, કલેક્ટરે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યુ હતુ.

સુસાઇડ હેગિંગથી ડેથ થયું તો કયા ફેક્ટર હોઈ શકે છે
મહિલા આયોગે પત્રકારો સાથેની મુલાકાતમાં જણાવ્યું કે ગેંગરેપ હત્યાનો મામલો હોઇ પ્રોવિઝનલ રિપોર્ટ મુજબ સુસાઈડ હેગિંગથી ડેથ થયું છે તો આની પાછળના કયા કારણો હોઈ શકે. એ તપાસનો વિષય છે. આ કેસની સત્યતા ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.

મહિલા આયોગનો રિપોર્ટ સરકારને સોંપાશે
મહિલા આયોગે પીડિત પરિવાર સાથે મૃતક યુવતી પ્રકરણમાં વિસ્તૃત ચર્ચા કરી હતી. ડો. રાજુલબેન દેસાઈએ જણાવ્યું કે આયોગનો રિપોર્ટ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો