વિસનગર રેલવે સ્ટેશને શાૈચાલય બંધ હાલતમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગર રેલ્વે સ્ટેશન ઉપર બનાવાયેલ મહિલા, પુરૂષ અને દિવ્યાંગોના શાૈચાલયો ઉપર તાળાં વાગેલા હોવાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. બીજીબાજુ, મુસાફરો જાહેરમાં શાૈચક્રિયા કરતાં હોઇ ગંદકી ફેલાઇ રહી છે.

મહેસાણા-તારંગા બ્રોડગેજ લાઇન મંજૂર થયા બાદ વિસનગર શહેરના ચક્કર પાસે જૂના રેલ્વે સ્ટેશનને તોડી નવું રેલ્વે સ્ટેશન બનાવાયું છે. જેમાં દિવસમાં ચાર વાર વડનગર સુધી ટ્રેન ચાલુ છે. ટ્રેન શરૂ થયા બાદ પણ રેલ્વે સ્ટેશનના અંદર બનાવેલ મહિલા, પુરૂષ અને દિવ્યાંગોના શાૈચાલયો ઉપર તાળાં હોવાથી મુસાફરોને નાછુટકે જાહેરમાં શાૈચક્રિયા કરવી પડતી હોઇ તાળાં ખોલવાની માંગ ઉઠી છે. મુસાફરોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાય સમયથી શાૈચાલયો બંધ હાલતમાં છે. જેના કારણે મુસાફરોને એમાંય ખાસ કરીને મહિલાઓને વધુ પરેશાની વેઠવી પડી રહી છે.

મુસાફરો નાછુટકે જાહેરમાં શાૈચક્રિયાએ જતાં ગંદકી થાય છે, સત્વરે ઉકેલ લાવવા માંગણી
અન્ય સમાચારો પણ છે...