સાંકળચંદ યુનિ.ના ત્રીજા સ્થાપના દિને મેડિકલ કોલેજ ફેઝ-2નું ભૂમિપૂજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરની સાંકળચંદ યુનિ.ને ત્રણ વર્ષ પૂર્ણ થતાં સ્થાપના દિનની ઊજવણી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, મેડિકલ કોલેજ ફેઝ-2ના નિર્માણનું ભૂમિપૂજન, ઇનામ વિતરણ સહિત મોટીવેશન કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં સંસ્થાના વિદ્યાર્થીઓ અને અગ્રણીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

બ્લડ ડોનેશન કેમ્પમાં 60 બોટલ રક્ત એકત્ર કરાયું હતું. એડિશનલ ડીજીપી ડો. વિનોદ મલના હસ્તે યુનિ.નો ધ્વજ ફરકાવાયો હતો. ડો.વિનોદ મલે ભારતની સંયુક્ત સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સંકલન વિષય પર ભારતની અદ્વિતીય વિરાસત અને આધુનિક ભારતની કલ્પના કરી ન શકાય અને ભારતના સંવિધાનની રચના દરેક ભારતીયની સ્વતંત્રતા અને તેના હિતોને જળવાય તે ધ્યાને મુકી રાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું. યુનિ.ના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે સાંકળચંદ દાદાને યાદ કરી યુનિવર્સિટીને ઉચ્ચ મુકામો સુધી લઈ જવા માટે સમગ્ર નૂતન પરિવાર કટિબદ્ધ હોવાનું તેમજ યુનિ. ખાતે મેડિકલ કોલેજ શરૂ થતાં સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે તબીબી ક્ષેત્રે શ્રેષ્ઠ તક ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું. મોટીવેશનલ સેશનમાં સ્પીકર શૈલેષ સગપરિયાએ ઉપસ્થિત રહી તણાવયુક્ત જીવનમાં માનસિક સ્વસ્થતા કઈ રીતે જાળવવી એ વિશે પ્રેરણા આપી હતી. જ્યારે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મચારીઓને પ્રમાણપત્ર અને ઈનામ આપી સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...