તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટાયર ફાટતાં કાર ડિવાઇડર સાથે ટકરાતાં શિક્ષકનું મોત,પત્ની ગંભીર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારિજ તાલુકાના સરવાલ ગામ નજીક કારનું ટાયર ફાટતાં ડિવાઈડર સાથે કાર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં શિક્ષકનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પત્નીને ગંભીર ઈજા થતાં સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા.

સમી તાલુકાના સિંગોતરીયા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા રાવળ મોહનભાઈ બલાભાઇ (મૂળ રહે. અમદાવાદ) તેમની કાર (જીજે 01 અેચવી 4462)લઈને પત્ની સાથે મંગળવારે સવારે બહાર જવા નીકળ્યા હતા ત્યારે સરવાલ ગામ નજીક રોડ પર અચાનક કારનું ટાયર ફાટતાં કાર ડિવાઇડરથી અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં મોહનભાઈ તેમજ તેમની પત્ની લીલાબેન ગંભીર ઇજાઓ થઇ હતી. તેઓને તાત્કાલીક 108 પાટણ જનતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોહનભાઇનંુ મોત નીપજયું હતું. મહિલાને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. વિનુભાઈ શંકરભાઈ રાવળે અકસ્માત અંગે હારિજ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો