તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસાના હાઇવે પરથી સ્કૂલ જઈ રહેલ વિદ્યાર્થીને લાલ કલરના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડીસાના હાઇવે પરથી સ્કૂલ જઈ રહેલ વિદ્યાર્થીને લાલ કલરના બાઈક પર આવેલા બે બુકાની ધારીઓએ તેનું નામ સરનામું તેના પિતાનું નામ મોબાઈલ નંબરની પૂછપરછ કરયા બાદ વિદ્યાર્થીને તારા પિતાને કહી દેજે પાંચ લાખ રૂપિયા તૈયાર રાખે નહિ તો તને જાનથી મારી નાખીશુની ધમકી આપી નાસી છૂટયા હતા.ગભરાયેલ વિદ્યાર્થીએ ઘરે પરત ફરી પરિવારને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી બાદમાં આ મામલે ડીસા દક્ષિણ પોલીસ મથકે રજૂઆત કરાઇ હતી.

ડીસાના મધુકુંજ સોસાયટી ખાતે રહેતા કમલેશભાઈ મોહનલાલ ઠક્કર નો 14 વર્ષીય પુત્ર આદર્શ હાઈસ્કુલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે.સોમવારે સવારે સાત વાગે 14 વર્ષીય જૈમીન કમલેશ ઠક્કર સાઇકલ લઈ સ્કુલ જઈ રહ્યો હતો આ દરમિયાન હાઈવે પર આવેલ બેંક ઓફ બરોડા આગળ બે બુકાનીધારી બાઇક લઇને આવ્યા હતા અને વિદ્યાર્થીને તેનું નામ સરનામું પૂછ્યું હતું બાદમાં લાલ બાઈક પર આવેલા બુકાનીધારીઓએ વિદ્યાર્થીને ધમકાવી સામેના ભાગે આવેલ ટી સી ડી ગ્રાઉન્ડમાં બોલાવ્યો હતો જેથી ગભરાયેલો વિદ્યાર્થી ટી સી ડી ગ્રાઉન્ડમાં પહોંચ્યો હતો જ્યાં બુકાનીધારીઓએ વિદ્યાર્થીને નામ સરનામું તેના પિતાનું નામ તથા મોબાઈલ નંબર ની પૂછપરછ કરી હતી બાદમાં આ બંને બુકાનીધારીઓએ વિદ્યાર્થીને કહ્યું હતું કે તારા બાપને કેહેજે કે પાંચ લાખ રૂપિયા તૈયાર રાખે અમે ફોન કરીશું જો પૈસા નહીં આપે તો તને જાનથી મારી નાખીશું તેમ કહી નાસી છૂટ્યા હતા.પોલીસે સીસીટીવી મેળવી આ બુકાનીધારીઓ કોણ છે સહિતના પાસાઓ તપાસવાના શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો