વડગામ તાલુકાના શેરપુરા-શેભરમાં ડેરીમાં બુધવારે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડગામ તાલુકાના શેરપુરા-શેભરમાં ડેરીમાં બુધવારે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં ડેરીના ટેબલમાંથી 4 હજાર રોકડા સહિત ફેટ પડવાના મશીનનું મિક્ચર, કોમ્પ્યુટરને નુકસાન કર્યુ હતું.

વડગામ તાલુકાના શેરપુરા-શેભરમાં ડેરીમાં બુધવારે તસ્કરોએ ત્રાટક્યા હતા. જેની જાણ ડેરીના મંત્રીને થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. ત્યારે આ અંગે ડેરીના ચેરમેન મેઘરાજભાઈ અને મંત્રી શાહબાઝખાન બિહારીએ જણાવ્યું કે ‘ડેરીના ટેબલમાંથી 4 હજાર રૂપિયા જેટલી રકમ લઇ ગયા હતા. દૂધના ફેટ પડવાના મશીનનું મિકચર, કોમ્પ્યુટરને નુકશાન કર્યું, બીજા રૂમમાં બે તિજોરી તોડી કાગળો ઉથલ-પાથલ કર્યા પણ તેમાં રૂપિયા ન હતા. સીસીટીવી જોતા બાઈક પર 3 શખ્સો આવ્યા હતા અને 1બહાર બાઇક પર હતો અને બીજા બે માથા પર ટોપી અને મોંઢા પર રૂમાલ બાંધી આવ્યા હતા. વડગામ પી.એસ.આઇ. એમ.આર.મોહનિયા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...