સીતવાડામાં પોલીસ બંદોબસ્ત સાથે મંદિરે વરઘોડો લઇ જવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજના સીતવાડા ગામે અનુસૂચિત જાતિના લગ્ન પ્રસંગે ગામમાં વરઘોડો યોજી મંદિરે દર્શન કરવા માટે પોલીસ સુરક્ષા માંગવામાં આવી હતી ત્યારે સ્થાનિક ગ્રામજનોએ પરંપરા ના તોડવા માટે વરઘોડો અટકાવ્યો હતો. બાદમાં પોલીસે દરમિયાનગીરી કરી ગામના બંને સમાજ ના આગેવાનો સાથે બેઠક યોજી સમજાવટ બાદ પોલીસ સુરક્ષા સાથે મંદિરે દર્શન માટે વરઘોડો લઇ જવાયો હતો.

સીતવાડામાં રવિવારે અનુસૂચિત સમાજનો લગ્ન પ્રસંગ હતો. જેમાં ગ્રામજનોએ વરઘોડો યોજવા દીધો હતો. પરંતુ અનુસૂચિત સમાજના લોકોએ ગામ ના પૌરાણિક મંદિર માં દર્શન કરવાની માંગ કરી હતી. ત્યારે ગ્રામજનો એ ગામ ની પરંપરા ના તોડવા માટેની વાત કરી હતી. પરંતુ અનુસૂચિત સમાજ જીદ પર અડગ રહી પ્રાંતિજ પોલીસ મથકે સુરક્ષા માટેની અરજી કરતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને ગ્રામજનો સાથે બેઠક યોજી શાંતિનો ભંગ ના થાય એ માટે ગ્રામજનોને સમજાવી પોલીસ સુરક્ષા વચ્ચે વરઘોડો મંદિરે દર્શન માટે પહોંચી શાંતિ પૂર્ણ માહોલમાં દર્શન કરી જાન શીતવાડાથી થઇ સુખડ રવાના થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...