તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવેના ખાનગીકરણના નિર્ણયના વિરોધમાં રેલી કાઢીને ધરણાં કરાયાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર . કલોલ | રેલવેના ખાનગીકરણની સાથે સાથે રેલ્વેના દરેક ડિવીઝનની રેલ્વે કોલોની જેવી રેલ્વેની રાષ્ટ્રીય મિલકતનું વેચાણ, રેલ્વેના રાયબરેલી કોચ ફેક્ટરી, ચિત્તરંજન લોકોમોટીવ વર્કસ વગેરે પ્રોડક્શન યુનિટનું કોર્પોરેટાઇઝેશનના નિર્ણય સામે વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધમાં રેલી કાઢીને ધરણાં યોજવામાં આવ્યા હતા.

રેલવેની મિલકતોનાવેચાણ-કોર્પોરેટાઇઝેશન સામે કર્મીઓનો વિરોધ
કેન્દ્ર સરકારના ભારતીય રેલ્વેના ખાનગીકરણના નિર્ણયથી કર્મચારીઓમાં રોષ ઉઠવા પામ્યો છે. રેલ્વેના ખાનગીકરણની સાથે સાથે રેલ્વેની અમુક મિલક્તોને વેચી દેવાના કેન્દ્ર સરકારના નિર્ણયને લઇને કર્મચારીઓમાં રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. રેલ્વેનું ખાનગીકરણની સાથે સાથે મિલક્તોના વેચાણના વિરોધમાં નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલ્વેમેન દ્વારા વિરોધ કાર્યક્રમો ચારેય ઝોનમાં યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘ દ્વારા કલોલ ખાતે રેલી યોજીને ધરણાં કરવામાં આવ્યા હતા. રેલ્વેના ખાનગીકરણની સાથે સાથે ભારતીય રેલ્વેના દરેક ડિવીઝનની રેલ્વે કોલોની જેવી રેલ્વેની રાષ્ટ્રીય મિલ્કતનું વેચાણ કરવાનો નિર્ણય લેતા કર્મચારીઓમાં રોષ ઉઠવા પામ્યો છે.

ઉપરાંત રેલ્વે વિભાગના રાયબરેલી ખાતે કોચ બનાવવાની ફેક્ટરી તેમજ ચિત્તરંજન લોકોમોટીવ વર્કસનું પણ કોર્પોરેટાઇઝેશન કરવાના નિર્ણયના વિરોધમાં કર્મચારીઓ દ્વારા વિરોધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. રેલ્વે કર્મચારીઓ દ્વારા ઓર્ગનાઇઝ્ડ રિફોર્મ, કોસ્ટ-કટિંગ, એક્સપેન્ડિચર કંટ્રોલ, ઉત્પાદન વૃદ્ધી અને ભય મુક્ત વાતાવરણ વર્તાય તેમજ રેલ્વે કર્મચારીઓને અનિચ્છનીય વિજીલન્સ કેસો સામે પ્રોટેક્શન આપવા ઉપર ચર્ચા કરવાની માંગણી કરાઇ છે.

વધુમાં પરિવર્તન સંઘોષ્ટીમાં માન્યતા પ્રાપ્ત ફેડરેશનો એનએફઆઇઆર અને એઆઇઆરએફનો સમાવેશ કર્યો નહી અને કામદાર વિરોધી તથા યુનિયન વિરોધી વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હોવાનો આક્ષેપ વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘે કર્યો છે.

કલોલમાં રેલ્વે કર્મચારીઓએ ખાનગીકરણ તેમજ કિંમતી મિલ્કતોના વેચાણના વિરોધમાં રેલી કાઢીને ધરણાં યોજાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો