તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોટેશ્વરમાં લોહેશ્વર મહાદેવનો ચીભડીયો મેળો યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુપ્રસિદ્ધ યાત્રાધામ લોટેશ્વર ખાતે આવેલુ લોહેશ્વર મહાદેવજીના મંદિરે દર અમાસે ભરાતા ધાર્મિક મેળામાં ભાદરવી અમાસની બપોરના સુમારે ભવ્ય પાલખી યાત્રા નીકળી હતી જેમા ભાવિક ભક્તો શોભાયાત્રામાં જોડાઇ ધન્યતા અનુભવી હતી.અા પ્રસંગને ચીભડીયા મેળા તરીકે અોળખવામાં અાવે છે.

લોહેશ્વર મહાદેવ ધામે વર્ષમાં બે વાર મહાદેવજીની શોભાયાત્રા નીકળે છે.જેમા ફાગણમાસમાં અમાસ સુધી ધૂણીયા મેળા તરીકે ઉજવાતા ઉત્સવમાં લોકો દુખ દર્દ દૂર કરવા ઉમટે છે. ફાગણ અમાસે મહાદેવજીની વાજતે ગાજતે શોભાયાત્રા નીકળે છે.તેવીજ રીતે ભાદરવા અમાસ ચીભડીયા મેળા તરીકે ઓળખાય છે.શનિવાર ભાદરવી અમાસના ચીભડિયા મેળામાં લોકો મોટી સંખ્યામા ઉમટયા હતાં.મહાદેવજીની ભવ્ય શોભાયાત્રામાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતાં.શોભાયાત્રા સમગ્ર ગામમા પરિભ્રમણ કરી નીજ મંદીર પરત ફરી હતી.

મંદીર ટ્રસ્ટના પ્રમુખ અને રાષ્ટ્રીય સંત શિવાનંદ બાપુના જણાવ્યા મુજબ પહેલાંના સમયમાં લોકો દુર દુરથી દર્શનાર્થે આવતાં અને ભાદરવા માસમાં ચીભડા ( સક્કરટેટી) મોટા પ્રમાણમાં વેચાણ અર્થે આવતી. આ વિસ્તારની ટેટી અત્યંત મીઠી મધુર હોઇ શ્રદ્ધાળુઓ ખૂબ વેચાણ લઇ જતા માટે ચીભડ઼િયા મેળા તરીકે આ અમાસ ઓળખાય છે.

અન્ય સમાચારો પણ છે...