તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આકરુન્દ હાઈ.માં પ્રાર્થના હોલનું ખાતમુહૂર્ત કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાગામ: ધનસુરા તાલુકાની આકરુન્દ હાઈસ્કૂલમાં અંદાજીત રૂ.૪૫ લાખના ખર્ચે તૈયાર થનારા હોલનું ખાતમુહૂર્ત કરાયું હતુ. સરકારના વિવિધ વિભાગની ગ્રાન્ટ અને લોકફાળાથી તૈયાર થનાર સુવિધાયુક્ત હોલથી આકરુન્દ હાઈસ્કૂલ ની ભૌતિક સુવિધામાં વધુ વધારો થશે. ૧૦૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ લોકો બેસી શકે તે પ્રકારના સુવિધાયુક્ત હોલનું સપનું જોવામાં આવ્યું હતું આ પ્રસંગે આકરુન્દ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઉપસરપંચ, તાલુકા ભાજપ સંગઠનના પૂર્વ મહામંત્રી આકરુન્દ ગ્રામ પંચાયતના પી.આર.ઓ આકરુન્દ કેળવણી મંડળના મંત્રી તથા ભૂદેવની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું હતું. કલ્પેશ જોષી

અન્ય સમાચારો પણ છે...