તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાનમાં અપર એર સરક્યુલેશન સિસ્ટમ સર્જાતાં માવઠાની સંભાવના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજસ્થાનમાં અપર એર સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમ સર્જાવાના કારણે ઉત્તર ગુજરાતમાં 6 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે ઉત્તર ગુજરાત સહિત કચ્છ જિલ્લામાં વાદળો બંધાશે અને આ દરમિયાન છુટા છવાયા કમોસમી વરસાદી ઝાપટાં પડી શકે છે. જેને લઇ રાત્રિનો પારો 4 ડિગ્રી સુધી ગગડી તાપમાન 14 ડિગ્રીથી નીચે આવી ગયું હતું.

આ દરમિયાન દિવસના તાપમાનમાં પોણા ડિગ્રી સુધીનો વધારો થતાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં સર્જાયેલા હવાના નીચા દબાણના કારણે મંગળવારે સામાન્ય કરતાં પવન વધુ ગતીએ ફૂંકાશે. તેમજ ઉત્તર ગુજરાત સહિત કચ્છ જિલ્લામાં વાદળો બંધાશે અને આ દરમિયાન છુટા છવાયા કમોસમી વરસાદી ઝાપટાં પડી શકે છે. આ કારણથી આગામી 2 દિવસ ઉત્તર ગુજરાતનું રાત્રીનું તાપમાન 14.0 ડિગ્રીથી નીચે બની રહેશે.

મુખ્ય 5 શહેરોનું તાપમાન

શહેર મહત્તમ લઘુત્તમ

મહેસાણા 32.0(+0.1) 13.5(-1.5)

પાટણ 31.9(+0.4) 13.3(-3.5)

ડીસા 31.9(+0.5) 13.1(-4.1)

ઇડર 31.8(+0.8) 13.8(-1.9)

મોડાસા 31.7(+0.1) 13.6(-1.7)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો