આવનારી પેઢીને પર્યાવરણની રક્ષા કરવી પડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડનગર સાતસો સમાજની વાડી ખાતે બુધવારે જિલ્લા કક્ષાનું ખેડૂત સંમેલન યોજાયું હતું. ખેડૂત તાલીમ કેન્દ્ર અને આત્મા પ્રોજેક્ટ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ખેડૂત સંમેલન અને કૃષિ પ્રદર્શનમાં સાંસદ જુગલજી ઠાકોરે

જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિએ ભારતની પરંપરાગત ખેતી છે જેના વિવેકપૂર્ણ ઉપયોગ થકી ખેડૂતોનો વિકાસ થવાનો છે. આવનારી પેઢીને ઉપજાઉ જમીન વારસામાં આપવા પાણીની બચત, પર્યાવરણની રક્ષા, દેશી ગાયની રક્ષા, રોગમુક્ત સ્વસ્થ જીવન માટે પ્રાકૃતિક કૃષિ અપનાવી પડશે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણીએ જણાવ્યું કે, જિલ્લાના ખેડુતોને લાભ થાય તે માટે સરકાર દ્વારા પી.એમ.કિસાન સન્માન નિધિના તમામ લાભાર્થી ખેડૂતોને કે.સી.સી કાર્ડ આપવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. પી.એમ. કિસાનના ખેડૂત લાભાર્થીઓએ નજીકની સર્વિસ એરિયાની બેંક શાખાનો સંપર્ક કરી કિસાન ક્રેડીટ કાર્ડ મેળવવા જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવી, ખેડૂત લાભાર્થીઓ હાલ કિસાન ક્રેડીટ કાર્ડ ધરાવે છે.અને તેમની ક્રેડીટ લીમીટમાં વધારો કરવા અથવા ખેતી સાથે સંકળાયેલા વ્યવસાયો જેવા કે પશુપાલન, મત્સ્ય ઉદ્યોગનો સમાવેશ કરી ક્રેડીટ લીમીટમાં વધારો કરવા ખાસ ઝુંબેશમાં તેમની બેંક શાખાનો સંપર્ક કરી શકે છે. કાર્યક્રમમાં ૭૦ જેટલા ખેતીને લગતા સ્ટોલ નિર્દર્શન કરાયા હતા. સંમેલનમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતી અને પશુપાલનની માવજત વિશે ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય ડો.આશાબેન પટેલ, કરશનભાઇ સોલંકી, અજમલજી ઠાકોર, જિલ્લા ખેતીવાડી અધિકારી વિશાલ ભટ્ટ નાયબ ખેતી નિયામક તાલીમ એ.આર.ગામી તેમજ ખેડૂતો ઉપસ્થિત રહીને કાર્યક્રમના ઉત્સાહમાં વધારી કર્યો હતો.

_photocaption_વડનગરમાં કૃષિ સંમેલન અને કૃષિ પ્રદર્શન યોજાયૂ઼*photocaption*
અન્ય સમાચારો પણ છે...