તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદના ગુમ યુવકની લાશ જાસપુર કેનાલમાંથી મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદના બહેરામપુરાના ચામુંડા ચોક ખાતે રહેતાં 32 વર્ષીય આશાસ્પદ યુવક ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, જ્યારે તેની લાશ જાસપુર કેનાલમાંથી મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદ બહેરામપુરાના ગુમ યુવકની લાશ કલોલ જાસપુર કેનાલમાંથી મળી આવી છે. રામરહીમ ટેકરા બહેરામપુરા ગલી નં-22 ચામુંડાચોક ખાતે વિજય શંકરભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહેતો હતો. 15 એપ્રિલના રોજ વિજય બપોરના 1:30 વાગ્યાના સમયે ‘હવે હું ઘરે આવવાનો નથી’ તેવું કહીં નીકળી ગયો હતો. જે મોડી સાંજ સુધી પરત ન ફરતાં પરિવારજનોએ શોઘખોળ હાથધરી હતી. પરિવારે આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ પણ કરી હતી. ત્યારે 17 એપ્રિલના રોજ કલોલ તાલુકાના જાસપુર કેનાલમાંથી ગુમ 32 વર્ષીય વિજયની લાશ મળતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી.

અન્ય સમાચારો પણ છે...