તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડસરના ગુમ યુવાનની કાર જાસપુર કેનાલ પાસેથી મળી, યુવાનની શોધખોળ ચાલુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જિલ્લાના કલોલ તાલુકાના વડસર ગામના મહાદેવવાળા વાસમાં રહેતા અને ખેતીકામ કરતા ભરતભાઇ જીવણભાઇ પટેલનો દિકરો તુષાર જીજે-18-બીકે-0085 નંબરની આઇ-10 ગાડી લઇને બહાર નિકળ્યો હતો. પરંતુ યુવાન પુત્ર મોડી સાંજે પણ ગાડી લઇને પરત નહી આવાત પરિવારજનો ચિંતાતૂર બન્યા હતા. પરિવારે યુવાન પૂત્રના મિત્રો તેમજ સગાસબંધીઓને ત્યાં તપાસ કર્યા બાદ શોધખોળ કરવા છતાં તેનો કોઇ જ અત્તોપત્તો મળ્યો નહી. ત્યારે આઇ-10 ગાડી જાસપુર પાસે પલસાણા શેરીસા રોડ જતા નર્મદા કેનાલ પાસે મળી આવી હતી. પરંતુ ગાડીમાં યુવાન નહી હોવાથી પરિવારની ચિંતા વધી ગઇ હતી. યુવાન પૂત્રના ગૂમ અંગે યુવકના પિતાએ સાંતેજ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અંત્રે ઉલ્લેખનીય છે કે, કલોલ નજીક આવેલા જાસપુપર ગામની કેનલમાંથી આ અગાઉ પણ અવાર-નવાર આ રીતે અનેક બનાવો બનતા રહે છે, તેમાં કેટલાંક કિસ્સામાં કેનાલમાંથી લાશ પણ મળી આવે છે. ત્યારે આ ઘટનામાં વડસર ગામના ગુમ યુવાનની કાર પણ જાસપુર કેનાલ પાસેથી મળી આવતા હાલ આ બનાવ અંગે લોકોમાં અનેક વિધ અટકળો ચાલી રહી છે અને ત અંગે પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો