તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસા પાલિકાએ વેરા વસૂલાતની કાર્યવાહીથી 2.83 કરોડની આવક કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના હદ વિસ્તારમાં વસવાટ કરતાં લોકોની સુખાકારી માટેની માળખાકીય સુવિધા ઉભી કરવા અને સેવાઓ આપવા સરકારની ગ્રાન્ટ ઉપરાંતની આવક એટલે એકમાત્ર કરવેરાની આવક હોય છે. ત્યારે માણસા પાલિકા દ્વારા વેરાની વસૂલાત માટે કરવામાં આવેલી કડક કાર્યવાહીના પગલે પાલિકાને 2.83 કરોડની આવક થઇ છે. તેમાં ચાલુ વર્ષની વસૂલાત 85 ટકા જેટલી થઇ છે આ ઉપરાંત જુની બાકીમાંથી 30 ટકા નાણાં વસૂલ કરવામાં આવ્યાં છે. તેના માટે તંત્રે 2 મિલકતને સીલ માર્યા હતાં. જ્યારે 22 મિલકતધારકોના નળ જોડાણ કાપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત 89ને નોટિસ ફટકારવામાં
આવી છે.

પાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું કે શહેરીજનો સ્વાભાવિક રીતે સફાઇ અને આરોગ્ય ઉપરાંત માળખાકીય સુવિધાઓ માટે તંત્ર પાસે અપેક્ષા રાખે છે. પરંતુ કેટલાક લોકો દ્વારા જવાબદારી હોવા છતાં વેરાની રકમ સમયસર કરવામાં નહીં આવતા તંત્રને પણ નાછૂટકે કડક કાર્યવાહી કરવા મજબૂર બનવું પડતું હોય છે. પ્રાપ્ત માહિતી અનુસાર માણસા નગરપાલિકાની વેરાની પાછલી બાકી 1.25 કરોડ જેટલી નીકળી રહી છે. જ્યારે ચાલુ બાકી પણ 3 કરોડની આસપાસ થવા જાય છે. આમ કુલ મળીને રૂપિયા 4.90 કરોડ જેટલી વેરાની બાકી રકમની વસૂલાત માટે પાલિકા તંત્ર દ્વારા 4 ટીમો બનાવી તેને કામે લગાડવામાં આવી છે.

કેટલાંક બાકીદારોની સામે તો કડક કાર્યવાહી જરૂરી બનતા 2 મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે 22 લોકોના નળના કનેક્શન આપવામાં આવ્યા હતાં. તે ઉપરાંત રીઢા 89 બાકીદારો, કે જેમની વેરાની રકમ 15 હજાર કરતાં વધુ છે, તેઓને અંતિમ નોટિસ પણ આપી દેવામાં આવી છે. આવી કડક કાર્યવાહીના ભાગરૂપે તંત્ર દ્વારા જૂની બાકીમાંથી 30 ટકાની વસૂલાત જ્યારે ચાલુ બાકીમાંથી 85 ટકાની વસુલાત મળીને કુલ 2.83 કરોડ જેટલી રકમની વેરાની વસૂલાત થઈ હોવાનું પાલિકાના ટેક્સ અધિકારી કિરણભાઈ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેમાં તેમાં ચાલુ વર્ષની વસૂલાત 85 ટકા જેટલી થઇ છે આ ઉપરાંત જુની બાકીમાંથી 30 ટકા નાણાં વસૂલ કરવામાં આવ્યાં છે. ે પાલિકા તંત્ર દ્વારા 4 ટીમો બનાવી તેને કામે લગાડવામાં આવી છે.

89ને નોટિસ ફટકારાઈ, જૂની બાકીમાંથી 30 ટકા વસૂવાત કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો