તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાની વોન્ટેડને મોડાસાની ચાંદ ટેકરીમાંથીLCBએ પકડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીને લઇને અરવલ્લી ખાતે રાજસ્થાનના ઉચ્ચ અધિકારીઓની બોર્ડર મીટીંગ યોજાઇ હતી.જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લાનવવર્ષથી રાજસ્થાન પોલીસના વોન્ટેડ આરોપીને મોડાસા પાસેની ચાંદ ટેકરી ખાતેથી દબોચી લીધો હતો.

એલ.સી.બી.ને ધ્યાન પર આવતા પોલીસ ઇન્સપેક્ટર આર.એસ.તાવીયાડની સુચનાના આધારે પોલીસ સબ ઇન્સપેક્ટર કે.એમ.સિસોદીયા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે તેમને બાતમી મળી હતી કે રાજસ્થાન પોલીસનો વોન્ટેડ આરોપી છેલ્લા નવવર્ષથી પોલીસને થાય આપતો હોવાનુ અને બોર્ડર મીટીંગમાં તેનુ નામ મુસ્તુફાબાબુ વણઝારા હોવાનુ પોલીસને ધ્યાને આવ્યુ હતુ અને ઉપરોક્ત શખ્સ મોડાસા પાસેની ચાંદ ટેકરી ખાતે આવેલા હોવાની જાણ થતા એલ.સી.બી.એ ગુપ્ત રાહે વોચ ગોઠવી તેને ઝડપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...