બહુચરાજી, શંખલપુરમાં ઘટસ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પવિત્ર નવરાત્રિના પહેલા દિવસે જ રવિવાર હોઇ તીર્થધામ બહુચરાજી અને શંખલપુરમાં બહુચર મૈયાના દર્શને માઇભકતોની ભીડ જામી હતી. બહુચરાજીમાં બિરાજમાન બહુચર માતાજીના મંદિરે સવારે 7-30 કલાકે ઘટ સ્થાપન વિધિ ટેમ્પલ ટ્રસ્ટનાં વહીવટદાર કેતકીબેન વ્યાસના હસ્તે કરાઇ હતી. તો બહુચર માતાજીના મૂળ સ્થાનક શંખલપુર ગામે ટોડા બહુચર માતાજીના મંદિરે ટ્રસ્ટી બીપીનભાઇ સંઘવીના હસ્તે ચેરમેન કાળીદાસ પટેલ, મંત્રી અમૃતભાઇ પટેલ સહિતની હાજરીમાં ઘટ સ્થાપન વિધિ ભૂદેવોના પવિત્ર મંત્રોચ્ચાર સાથે કરાઇ હતી. અહીં ભક્તો માટે ફરાર નાસ્તો તેમજ બપોરે ભોજનની વ્યવસ્થા કરી છે.

શંખલપુર
અન્ય સમાચારો પણ છે...