તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમીમાં મચ્છરજન્ય રોગો વધતાં સિવિલમાં દર્દીઓનો ધસારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી તાલુકામાં મચ્છર જન્ય તથા વાયરલ બીમારીએ માજા મૂકી છે. તાલુકાના દરેક ગામડાઓ માં 20 થી 25 દર્દીઓ વાયરલ તથા મચ્છર જન્ય રોગોના જોવા મળી રહ્યા છે.

સમી રેફરલ હોસ્પિટલના ડોક્ટર પ્રકાશ નાડોદા ના જણાવ્યા પ્રમાણે રોજના 130 થી 140 દર્દીઓ વાયરલ તાવના આવી રહ્યા છે તો સમીની પ્રાઇવેટ હોસ્પિટલમાં તો રોજના 200 થી 300 કેસ વાયરલ ફીવરના જોવા મળી રહ્યા છે.

તંત્ર દ્વારા ચોમાસાની શરૂઆતમાં કેટલાક ગામોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ત્યારે વર્તમાન સમયમાં તાલુકાના ગામડાઓમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જેના કારણે મચ્છરજન્ય રોગોએ માથું ઉચક્યું છે.

અન્ય સમાચારો પણ છે...