તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિ.ભાજપ પૂર્વ પ્રમુખે બંદુકથી ઉડાવી દેવાની ધમકી આપ્યાનો ગુનો નોંધાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ભાજપના પૂર્વ જીલ્લા પ્રમુખ ભરત આર્ય મંગળવારના રોજ ધધાણા ગામે પ્રચારે જતા પક્ષના બે શખ્સોએ હુમલો કરી ઈજાઓ પહોંચાડતા સમી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો .જેના બે દિવસ બાદ સામા પક્ષે ભાજપના પૂર્વ જીલ્લા પ્રમુખ અને એક અજાણ્યા સખ્સ વિરૂદ્ધ વરાણાગામનાં ભાજપના કાર્યકર ગોવિંદભાઈ શંકરભાઇ સિંધવે સમી પોલીસ મથકે મારવાની ધમકી આપ્યાનો ગુનો નોંધાવ્યો છે.

વરાણાગામના સિંધવ ગોવિંદભાઈ શંકરભાઈની જમીન ની રી સર્વે માપણી ગત વર્ષે કરવામાં આવી હતી. પણ માપણીમા ક્ષેત્રફ્ળ ઓછું બતાવેલ હોવાથી ભરતભાઇ આર્ય સમાજના હોય ગોવિંદભાઈ સિંધવે ભરત આર્યને જમીનના પ્રશ્ને ક્ષેત્રફળમા સુધારો કરાવી આપવા કહેતા ગરમ થઈ મારી પાસે આવવું નહીં તેમ કહી ગાળો બોલી હાથમા ટોમી લઇ ગોવિંદભાઇ ને મારવા જતા તે ખસી જતા ટોમીનો ઘા બાઇકની સીટ પરપડ્યો હતો.અને એક અજાણ્યા શખ્સે ઢીંચણ પર પાટું માર્યું હતુ ભરત આર્યએ બંદુકથી તને અને તારા મોટા નેતાને ઉડાવીદેવાની ધમકી આપ્યાની ફરીયાદ સમી પોલીસ મથકે નોંધાવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...